એલ. પી. સવાણી સંસ્કારવેલી સ્કૂલ ગુજરાતી તથા દ્વિ ભાષી માધ્યમ એ વિધાર્થીઓ નો સર્વાંગી વિકાસ કરતી સ્કૂલ છે.
- ડિજિટલ શિક્ષણ દ્વારા શેક્ષણિક વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા ચારિત્ર્ય ઘડતર એ એલ. પી. સવાણી શાળા ના પાયા ના સ્તંભ છે.
- 30 વર્ષ ના શેક્ષણિક અનુભવ ધરાવતા ટ્રસ્ટી શ્રી માવજીભાઇ તથા ધર્મેન્દ્રસર ના માર્ગદર્શન હેઠળ બાલભવન થી ધોરણ-12 ના વિધાર્થીઓ સ્માર્ટ શિક્ષણ મેળવે છે. એટલેજ તો એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ જ્યાં 15,000 થી વધારે વિધાર્થીઓ અને 30,000 થી વધારે વાલીઓ સંતોષપૂર્વક શિક્ષણ થી અમારે સંગાથે છે.
- નર્સરી થી જ વિધાર્થીઓ મા કોગનેટિવ તથા સાયકોમોટર સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેવી શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણ અપાય છે. એટલેજ તો શિક્ષણ ક્ષેત્રે સુરત જીલ્લામાં એલ. પી. સવાણી સ્કૂલ એ અગ્રણીય શાળા છે. કે જ્યાં બાળક ના ભાવિ ધડતર માટે વાલીશ્રી બાલભવન થી જ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ શાળા પસંદ કરે છે.
- વિધાર્થીઓ ના મૂલ્યાંકન માટે નિયમિત પરીક્ષાઓ તથા વિધાર્થીઓ ને જરૂરિયાત પ્રમાણે ડિફિકલ્ટી સોલ્વીંગ, સ્ટેબેક તથા વાલીમીટિંગ, વિવિધ એક્ટિવિટી દ્વારા વિધાર્થીઓ ને અભ્યાસમાં રુચિ જળવાય તે માટે પ્રોજેક્ટર તથા પ્લે વે મેથડ અને પ્રેકટિકલ જ્ઞાન સાથે એજ્યુકેશન અપાય છે.
- સામાન્યજ્ઞાન વધે અને ચારિત્ર્ય ધડતર થાય તે માટે શાળા માં અનેક પુસ્તકો ધરાવતી લાયબ્રેરી છે જ્યાં વિધાર્થીઓ પુસ્તક નો સાચો સારથી બની રહે છે. અને વિધાર્થીના Iq Devloping માટે તેમના સારા મૂલ્યાંકન માટે શાળા સતત પ્રયત્નશીલ રહે છે.
- વિધાર્થીઓ ને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે કમ્પ્યુટરની વિશાળ લેબ કે જ્યાં બાળકોને સ્માર્ટ શિક્ષણ તથા કમ્પ્યુટર ના ઉપયોગથી તથા સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને ઈન્સ્ટોલેશન અને તેના ઉપયોગ થી વાકેફ કરી અને વિધાર્થીઓને સુદ્રઢ રીતે સમજ પડે તેમજ તેઓના પ્રશ્નોનો નિરાકરણ થઈ શકે તે માટે પાઠ (LESSON) શિક્ષકો દ્વારા તૈયાર કરવવામાં આવે છે.
- ક્વોલિફાઇડ શિક્ષકો નો સ્ટાફ સાથે નવી આધુનિક શિક્ષણ પધ્ધતિ દ્વારા વિધાર્થીને શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો ભણતર ની સાથે ગણતર દ્વારા તેનો ઉછેર થાય તે માટે વન ટુ વન મિટિંગ દ્વારા વાલીશ્રીઓ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
- આથી જ કહેવાય છે કે વિધાર્થીના સર્વાંગી વિકાસમાં હમેશા વાલી, વિધાર્થી, શિક્ષક અને શાળા મહત્વના પાસા છે અને તેમના વચ્ચે જ્ઞાન- શિક્ષણનો સેતુ એલ. પી. સવાણી સ્કૂલ. બાલભવનથી જ ખીલતા પુષ્પ માં સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરે છે, જે અમારા વાલીશ્રી જાણે છે તેથી તેમનો પહેલો આગ્રહ કે પસંદગી અમારી શાળા છે પ્રયત્નશીલ સ્ટાફ અને તેના અભ્યાસ માં મદદરૂપ કુદરતી હરિયાળું શાળાનું સુંદર પરીસર સ્વચ્છ વાતાવરણ એ અહીના વાલીશ્રી ની પસંદગી છે.