We Must Have Our Feet In The Past
Heart In The Present
And The Eyes Of The Future
મહાન પૂર્વજોના પદ્ચિહનો પર ચાલીને વર્તમાનના પ્રત્યેક ધબકારમાં નૂતન આવિષ્કારોના સર્જન સાથે અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શાળાના શિક્ષકો શિક્ષણને સત્તત ઉધ્ર્વગામી બનાવીને શ્વે્ષ્ઠત્વ અર્પવા સત્તત પ્રયત્નશીલ રહીને સંસ્થાને ઉર્જાવાન બનાવીને સફળતા અપાવવા સત્તત પ્રયાસ કરી રહ્યા છે.
શાળા દરેક શૈક્ષણિક વર્ષમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉત્તમ પરિણામોની સાથે સાથે સહ અભ્યાસ પ્રવૃતિઓમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સ્થાનિક કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના શિખરો સર કરી રહી છે. ત્યારે રાષ્ટ્ર નિર્માણના વિરાટ કાર્યમાં સહભાગી થવા તેમજ બાળકોમાં સ્વાવલંબી, સ્વત્વ, સ્વયંશિસ્તની ભાવના જાગૃત કરી યોગ્ય દિશાનો સર્વતોમુખી વિકાસ સાધવા બાળકોમાં પ્રકૃતિ – પ્રવૃત્તિનાં સમન્વયથી સદગુણો અને સિદ્ધાંતોનું સિંચન કરવા આધુનિક અભિગમની સાથે જીવનના પડકારો ઝીલી ઉજ્જવળ જ્યોર્તિમય શુદ્ધ ચરિત્ર્યના નિર્માણ કાર્યમાં આપ વાલીશ્રીનો સાથ, સહકાર અને સહયોગ અમારા કાર્યોને વધુ પ્રદિપ્ત બનાવશે અને આપણાં બાળકોના ભવિષ્યનાં નિર્માણની ઉત્કૃષ્ટ કેડી કંડારવાનું આપણુ સહિયારું અભિયાન આગામી વર્ષોમાં સંસ્થાને અનેક કીર્તિમાનોની હારમાળા સર્જતી ઉત્તમ શૈક્ષણિક સંસ્થા બનાવશે એજ અભ્યર્થના.