શિક્ષણ એ માનવીય ચેતનાને ઉર્ધ્વગામી બનાવે છે.
શાળા એ શિક્ષણ અને સંસ્કારનું ધામ બની રહે તથા વિધાર્થીઓમાં સહિષ્ણુતા વિનય. વિવેક સાથે રાષ્ટ્રીય. સામાજિક જવાબદારીઓનું વહન કરવાં માટેની ભાવનાંની જાગૃતિ લાવવાનાં ઉત્તમ પ્રયાસો આપણી શાળામાં થઈ રહ્યા છે. રાષ્ટ્રની ગરિમા તેમજ ઉન્નત રાષ્ટ્રનાં નિર્માણાર્થે હરક્ષણ પ્રહરીની ભૂમિકા નિભાવનારી આપણી સંસ્થા શિક્ષણ. સંસ્કાર. સંસ્કૃતિ તથા સાહસ. શૌયૅના અવિરત વહી રહેલ પ્રવાહને ગૌરવપૂણૅ દષ્ટિકોણ દ્વારા એક સુંદર વળાંક આપી વિદ્યાર્થીઓમાં ઉન્નતિનાં સ્વપ્નો આંજી આપણે સહુના ઉત્કર્ષ તથા સહકાર દ્વારા એક વિશ્વાસનું વાવેતર કરીએ.
જય હિંદ